Friday, February 7, 2014

શોધાયી નવી ટેકનિક - જે વ્યકિતની સાચી ઓળખ કરશે શરીરની ગંધ પરથી

ન્યૂયોર્ક,7 ફેબ્રુઆરી

માણસને સાચી ઓળખ કરવા માટે નવી ટેકનિક શોધાઇ છે જેના દ્રારા શરીરની ગંધ પરથી તેની સાચી ઓળખ થઇ શકશે. આ ઘણી મહત્વની સિધ્ધી પુરવાર થઇ છે જેના દ્રારા પોલીસતંત્ર દ્રારા સુરક્ષાકર્મીઓ માટે પણ મોટા કામ થઇ શકશે.ઓળખાણની પુષ્‍ટિ માટે ચહેરા, આંગળીઓ અને આંખોની કીકીઓની સ્‍કેનિંગ જુની ટેક્‍નિક બની ચૂકી છે. નવી અત્‍યાધુનિક બાયોમૈટ્રિક ટેક્‍નિક અંતર્ગત હવે શરીરની ગંધના આધારે મનુષ્‍યની ઓળખાણ કરી શકાશે.

સ્‍પેનની પોલિટેક્‍નિક યુનિવર્સિટી ઓફ મેડ્રિડે ટેક્‍નિકલ કંપની ઇવા સિસ્‍ટમ્‍સ એસએલના સહયોગથી નવી ટેક્‍નિકને વિકસિત કરી છે. જેના અંતર્ગત શરીરની વિશિષ્‍ટ ગંધથી લોકોની ઓળખાણ કરવામાં આવે છે. જે ૮૫% જેટલી ચોક્કસ હોય છે. 

યુનિવર્સિટીના નિવેદન અનુસાર હાલના સમયમાં ઉપયોગમાં લેવાતી ટેક્‍નિકની સરખામણીએ નવી ટેક્‍નિક ઘણી સરળ છે. આનાથી લકોને વધુ મુશ્‍કેલી વેઠવી પડતી નથી. નિવેદન અનુસાર ચહેરાની ઓળખાણની ટેક્‍નિકમાં અત્‍યાર સુધીમાં વધુ ખામીઓ અને ભૂલો સામે આવી છે. જ્‍યારે શરીરની ગંધની ઓળખાણ કરનારી પ્રક્રિયા અપેક્ષાકૃત ઓછી મુશ્‍કેલ અને વધુ ચોક્કસ છે. આનો ઉપયોગ એરપોર્ટ, સીમાવર્તી ચોકીઓ અને ગમે ત્‍યાં કરી શકાય છે. ગંધ પારખતું આ ડિટેક્‍ટર સુરક્ષાકર્મીઓ માટે મોટું મદદગાર સાબિત થઇ શકે છે.