Tuesday, July 10, 2012

યુએઈમાં અંધજનો માટે એટીએમ લોન્ચ કરાયું


Jul 05, 2012


શારજાહ : 5, જૂલાઈ
મધ્યપૂર્વ અને યુનાઇટેડ આરબ અમિરાત (યુએઈ)માં શારજાહ ઇસ્લામિક બેંકે અંધજન અને ક્ષીણ દૃષ્ટિ ધરાવતાં લોકો માટે પહેલું એટીએમ લોન્ચ કર્યું છે. આ મશીનમાં ઉપભોક્તાની પ્રાઇવસીને ધ્યાનમાં રાખીને મોટું બ્રેઇલ કીપેડ, હાઈરિઝોલ્યુશન સ્ક્રીન,પહોળાં બટનો અને બાહ્ય સ્પીકર રાખવામાં આવ્યું છે. સામાન્ય એટીએમ કરતાં વપરાશકારોને આ મશીનમાં થોડા વિકલ્પોનો જ ઉપયોગ કરવાની જરૂર પડશે.
અંધજનો માટે બનાવવામાં આવેલાં આ મશીનનો બીજાં લોકો પણ ઉપયોગ કરી શકશે. આ એટીએમ શારજાહ સ્થિત અમિરાત એશોસિયેશન ફોર ધ બ્લાઇન્ડના હેડક્વાર્ટરમાં લગાવવામાં આવ્યું છે જ્યાં અંધજનોને તેના ઉપયોગ માટે બેંકની એક ટીમ દ્વારા ટ્રેનિંગ આપવામાં આવશે. નોંધનીય છે કે અંધજન વકીલ મનાર અલ હમાદીના એક ફોનના જવાબમાં શારજાહના શાસક શેખ સુલતાન બિનમહમ્મદ અલકાસીમે બેંકોને આ સેવા શરૂ કરવા જણાવ્યું હતું.

Tuesday, January 24, 2012

બ્લેક બોક્સની શોધ


ટેક્નો ટોક
જ્યારે પણ કોઈ વિમાન દુર્ઘટના સર્જાય છે ત્યારે અકસ્માતની જાણકારી-રહસ્ય જાણવા માટે બ્લેક બોક્સની શોધખોળ સૌથી પહેલાં આદરી દેવામાં આવે છે. બ્લેક બોક્સ એ વિમાનનો મહત્ત્વપૂર્ણ ભાગ છે. નામ ભલે બ્લેક બોક્સ હોય પણ તેનો રંગ કાળો નહીં પણ કેસરી હોય છે. વિમાનમાં કોકપીટ એટલેકે પાઇલટ જ્યાં બેસીને વિમાનનું સંચાલન કરે છે, તે જગ્યામાં જે પણ વાતચીત થાય છે, ભલે તે ક્રુ મેમ્બર વચ્ચે હોય કે પછી પાઇલટ અને એર ટ્રાફિકનું નિયંત્રણ કરનાર કર્મચારી વચ્ચે હોય, આ બધી જ વાતોનું રેર્કોડિંગ બ્લેક બોક્સમાં થતું હોય છે. ઓસ્ટ્રેલિયાના એરોનોટિકલ રિસર્ચ લેબોરેટરીના હેડ ડો. ડેવિડ વોર્નરે બ્લેક બોક્સની શોધ કરી હતી.
પ્લેનમાં ક્રુ મેમ્બર્સ વચ્ચે થતી વાતચીતના રેર્કોડિંગનો આઇડિયા પહેલોવહેલો તેમને આવ્યો હતો જેથી જ્યારે કોઈ પ્લેન દુર્ઘટનાગ્રસ્ત બને ત્યારે તે કયાં કારણસર અક્સ્માત સર્જાયો તેની જાણકારી મેળવી શકાય. કોઈ પણ પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થાય છે ત્યારે તે કાટમાળમાં ફેરવાઈ જાય છે પણ એકમાત્ર બ્લેક બોક્સ હોય છે, જે સહીસલામત રહે છે.
બ્લેક બોક્સની શોધ ૧૯૫૩માં કરવામાં આવી હતી અને તેના ઉપયોગની શરૂઆત ૧૯૫૭માં કરવામાં આવી હતી. પ્લેન ક્રેશ થયા બાદ પણ કેસરી રંગ તેને અન્ય કાટમાળ અને વિમાનના અન્ય ભાગોથી અલગ પાડે છે જેથી આસાનીથી તેને ઓળખી શકાય. બ્લેક બોક્સના ઉપયોગની શરૂઆત પણ સૌ પ્રથમ ઓસ્ટ્રેલિયાએ જ કરી હતી. પ્લેનમાં કોઈ ક્ષતિ હતી કે કેમ કે પછી બીજા કોઈ કારણસર પ્લેન ક્રેશ થયું છે, તેની માહિતી મળતી હોય છે અને ઇન્વેસ્ટિગેશન માટે જરૂરી પુરાવાઓ અને કડીઓ મેળવવામાં મદદરૂપ થાય છે.
વિમાનમાં બ્લેક બોક્સની મહત્ત્વની કાર્યભૂમિકા